વેલક્મ😊

     માં ના રસોડેથી દિકરીને પિરસાતી સ્વાદિષ્ટ વાનગીઓ એટલે "MUMMY'S KITCHEN". નિતનવી વાનગી બનાવવી એતો ચોક્ક્સ એક ક્ળા છે; હુન્નર છે, પરંતુ તેનો આસ્વાદ કઈ રીતે માણવો તેને પણ કોઈ કળાથી ઓછી આંકી ન શકાય.વિવીધ વાનગીઓ નો સ્વાદ અને તેની મજા કઈ રીતે માણો છો,તેનું પણ ઘણું મહત્વ છે, એક અનોખી મજા છે. આવી ટોચ ની મજા તેમજ અવનવી વાનગીઓ ની બનાવટ અને જમાવટ નું સમનવય એટલે "FOOD WITH DHANREKHA(IN)MUMMY'S KITCHEN". એમ કહી શકાય કે મેઘધનુષ ના સાત રંગો ની સુંદરતા સાથે પીરસાતું લિજ્જ્ત્તદાર, સ્વાદ ના નવ રસ સભર રસદાર,એવી નિતનવી ને જાત-જાત ની વાનગીઓનું રસોડું."FOOD WITH DHANREKHA" નો પુરો પ્રયાસ રહેશે કે નિતનવી સ્વાદિષ્ટ વાનગીઓ ની બનાવટ નું હુન્નર તો અલબત પ્રાપ્ત કરાવશેજ પરંતુ તમારી સ્વાદેન્દ્રીય ને પુર્ણ રુપ માં સજીવ કરી દરેક વાનગીઓ નો સ્વાદ સહપરીવાર માણવાનો લહાવો સુપ્રત કરશે.




 

               

Comments