ગોળ પાપડી/સુખડી (GOL PAAPDI/SUKHADI)

સામગ્રી:

   *    ઘંઉ નો લોટ        :     એક   વાટકી

   *    ઘી                    :    એક   વાટકી

   *    ગોળ                   :   પોણી  વાટકી

 

રીત:

    -    ઘી ને ક્ડાઇ માં નાખી, ગરમ કરવું.

    -    ગરમ ઘી માં લોટ ઉમેરી, સતત હલાવવું     (ગેસ ની આંચ ધીમી રાખવી).

    -    લોટ નો કલર બ્રાઉન થયા પછી ગેસ બંધ કરવો.

    -    બે થી ત્રણ મીનીટ બાદ, તેમાં ગોળ ઉમેરવો.

    -    ગોળ ને ગરમ લોટમાં સતત હલાવી મીક્સ કરવો.

    -    એક થાળીમાં ઘી લગાવવું.

    -    તૈયાર કરેલ મીશ્રણ થાળીમાં પાથરી તવેથાથી દબાવવી ને ફેલાવી દેવું.  

    -    ત્યારબાદ, ચપ્પુ થી ચોસલા/કાપા પાડવા.

    -    આશરે 15-20 મીનીટ પછી પીસ/કટકા ડબા માં ભરી દેવા. 

 


 

 

 જાણયું છતાં અજાણ્યું:

        ગુજરાતીઓની પ્રીય વાનગી છે,જેને શિયાળુ પાક પણ માનવામાં આવે છે, છતાં પણ તે બારે માસ, નાના મોટા શુભ પ્રસંગે/તહેવારે દરેક ના ઘરમાં બનતી હોય છે. આ વાનગી નાના બાળકો માટે પૌષ્ટીક આહાર માનવામાં આવે છે. બાળકો નો બાંધો, ગોળપાપડી ખાવાથી મજબૂત બને છે તેવું પણ માનવામાં આવે છે. તો ચલો, આપણે ગોળ પાપડી બનાવી, સહ-પરીવાર તેનો સ્વાદ માણયેં.

        આપના સૂચનોં આવકાર્ય છે.


Comments

Post a Comment